દિલ્હી: PM મોદીની રેલીમાં આતંકી હુમલાની આશંકાને લઈને IBએ SPGને અલર્ટ જાહેર કર્યું-સૂત્ર

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  એક વિશાળ રેલીને સંબોધવાના છે. આ રેલીને લઈને આઈબી(IB) એ એસપીજી (SPG) ને અલર્ટ જાહેર કર્યું છે.

દિલ્હી: PM મોદીની રેલીમાં આતંકી હુમલાની આશંકાને લઈને IBએ SPGને અલર્ટ જાહેર કર્યું-સૂત્ર

નવી દિલ્હી: દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  એક વિશાળ રેલીને સંબોધવાના છે. આ રેલીને લઈને આઈબી(IB) એ એસપીજી (SPG) ને અલર્ટ જાહેર કર્યું છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ રેલીમાં હુમલાનું ષડયંત્ર કરી રહ્યું છે. 

આ સૂચના મળ્યા બાદ રામલીલા મેદાન અને તેની આજુબાજુ સુરક્ષાના અભૂતપૂર્વ ઈન્તેજામ કરવામાં આવ્યાં છે. રામલીલા મેદાન જનારા તમામ માર્ગો પર સીસીટીવીથી નિગરાણી કરવામાં આવી રહી છે. રામલીલા મેદાનની આસપાસ ઈમારતો ઉપર પણ સુરક્ષા દળોને તૈનાત કરાયા છે. 

આજની રેલીમાં 11 લાખ લોકો PM મોદીનો વ્યક્ત કરશે 'આભાર'
પીએમ મોદી (PM Narendra Modi) આજે રામલીલા મેદાનમાં સવારે 11 વાગે ઐતિહાસિક જનસભાને સંબોધશે. જેમાં 11 લાખ લોકોના  હસ્તાક્ષરવાળી એક કોપી તેમની ભેંટ આપવામાં આવશે. ભાજપની આ રેલીમાં એક તીરથી બે નિશાન સાધવાની કોશિશ કરવામાં આવી રહી છે. દિલ્હી (Delhi)  ભાજપના નેતાઓએ આ રેલીને ધન્યવાદ રેલી નામ આપ્યું છે કારણ કે હાલમાં જ કેન્દ્ર સરકારે 1731 અનાધિકૃત કોલોનીઓમાં લોકોને તેમના મકાન અને ભૂખંડનો માલિકી હક આપવાનો નિર્ણય કર્યો છે. આ કામ બાદ લોકોને જે વર્ષોથી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે હવે ખતમ થશે. 

રેલીને ઐતિહાસિક બનાવવાની કોશિશ
રેલીને સફળ બનાવવા માટે ભાજપ (BJP) ના નેતાઓ છેલ્લા કેટલાય દિવસથી કાર્યરત હતાં. અલગ અલગ સ્થળો પર જઈને ખાસ કરીને અનાધિકૃત કોલોનીઓમાં નુક્કડ સભા, પદયાત્રા અને અન્ય કાર્યક્રમ આયોજિત કરીને લોકોને રેલીમાં પહોંચવાની અપીલ કરાઈ હતી. શનિવારે પણ નેતાઓ તેની તૈયારીઓમાં વ્યસ્ત હતાં. પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી, રાજ્યસભા સાંસદ વિજય ગોયલ, સંગઠનમંત્રી સિદ્ધાર્થન સહિત અનેક નેતાઓઓ તૈયારીઓની સમીક્ષા કરી. 

જુઓ LIVE TV

વિરોધીઓને આપી શકે છે જવાબ
પીએમ મોદીની આ રેલી દરમિયાન  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) પણ એક મુદ્દો બની શકે છે. આ અગાઉ કોંગ્રેસે 14 ડિસેમ્બરે રામલીલા મેદાનમાં જ રેલી કરી હતી જેમાં સરકાર પર અર્થવ્યવસ્થાને લઈને અનેક આરોપ લગાવવામાં આવ્યાં હતાં. અત્રે જણાવવાનું કે નાગરિકતા કાયદાને લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભાજપ હવે દેશમાં આ બિલના સમર્થનમા અને ગેરસમજ દૂર કરવા માટે 3 કરોડ પરિવારોની પાસે જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news